હો.તમે ગમી રે ગયા છો કઈંક એવી રીતે(૨) દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે હો.તારૂ નોમ ચીતર્યું મારા ઘરની ભિતે ભીતે(૨) વાલી દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે હો.તારા વખાણ શું કરું તું અલગ લાગે છે તને મળવા મારું હૈયું મુલાકાત રે માંગે છે(૨) હો.તમે ગમી રે ગયા છો કઈંક એવી રીતે(૨) દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે હો.બાઈક લઈને ઊભો રઉ તારી સોસાયટીના નાકે ક્યારે એક્ટિવા લઈને નીકળે ને તું મારી હોમું તાકે હો.કાળા કાળા કેશ ને માથે ચશ્મા તું કાળા રાખે આય હાય શું અદા તારી મને તો ઘાયલ કરી નાખે હો.ડાબા પગે કાળો દોરો ને ફેસ ગોરો ગોરો તારી પાછળ પાગલ થઈ ગયો છે આ છોરો(૨) હો.જ્યારે સામે તું મળે છે મને હસતા મોઢે(૨) આખો દાડો તારૂ રટણ હોય છે હૈયે હોઠે હો.હરતા ફરતા ખાતા પિતા મને દેખાય છે બધે તું તારા વિચારો માં ગાંડા ની જેમ ફરતો ફરું છું હું હો.ગોડી તારા બાપની એકની એક ઓલાદ છે તું તું હા પડે તો ઘર જમઈ થઈને રહેવા માંગુ છું હું હો.મારા જેવો સાથી નઈ મળે આ સમયમાં વિચારી લે તને દુઃખ નઈ પડવા દઉં જીવનમાં(૨) હો.તું મને ગમી રે ગઈ છે કઈંક એવી રીતે(૨) વાલી દિવસો તો વિતે છે પણ રાતો ના વિતે